રાષ્ટ્રીય સેવા યોજના (NSS)
વર્ષ 2026–27
રાષ્ટ્રીય સેવા યોજનાના હેતુઓ
રાષ્ટ્રીય સેવા યોજના (National Service Scheme – NSS) એ યુવાનોમાં સામાજિક જવાબદારી, સેવાભાવ, રાષ્ટ્રપ્રેમ અને માનવતાના મૂલ્યો વિકસાવતું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન છે. “Not Me, But You” એટલે કે “હું નહીં, પરંતુ તમે” એ NSSનું મૂળ સૂત્ર છે. આ સૂત્રના આધારે વિદ્યાર્થીઓમાં નિઃસ્વાર્થ સેવા, સહકાર, સમાનતા અને સામૂહિક વિકાસની ભાવના કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
NSSના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:
1. વ્યક્તિત્વ વિકાસ: વિદ્યાર્થીઓમાં સેવાકાર્ય દ્વારા વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, નેતૃત્વશક્તિ અને નિર્ણયશક્તિનો વિકાસ કરવો.
2. સમાજસેવાની ભાવના: વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને નિઃસ્વાર્થ સેવાભાવ કેળવવો.
3. રાષ્ટ્રીય એકતા: વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, બંધુત્વ અને દેશપ્રેમની ભાવના મજબૂત બનાવવી.
4. સામાજિક જાગૃતિ: શિક્ષણ, સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતા અંગે લોકજાગૃતિ ફેલાવવી.
5. ગ્રામવિકાસ: ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓને સમજવી અને ગ્રામવિકાસની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવવી.
6. પર્યાવરણ સંરક્ષણ: વૃક્ષારોપણ, જળસંરક્ષણ, પ્લાસ્ટિકમુક્ત પર્યાવરણ અને સ્વચ્છતા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વિકસાવવી.
7. શ્રમનું ગૌરવ: શારીરિક શ્રમનું મહત્ત્વ સમજાવી વિદ્યાર્થીઓમાં શ્રમ પ્રત્યે આદર અને સહકારની ભાવના વિકસાવવી.
8. આપત્તિ વ્યવસ્થાપન: કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સમયે રાહત, બચાવ અને સેવાકાર્યોમાં સહભાગી થવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા.
9. લોકશાહી મૂલ્યોનો વિકાસ: સમાનતા, સહિષ્ણુતા, સામાજિક ન્યાય, માનવ અધિકારો અને નાગરિક કર્તવ્યો પ્રત્યે જાગૃતિ કેળવવી.
10. સામૂહિક કાર્ય અને નેતૃત્વ: વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સંગઠનશક્તિ, સંવાદકૌશલ�