https://gtuadm.samarth.edu.in/. ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ગુજરાત રાજ્યની ઉચ્ચ શિક્ષણની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂર્ણ કરેલ રાજ્યના વિદ્યાર્થીઓને UPSC/GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડવા તેમજ ગ્રામીણ અને અલ્પવિકસિત વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક અડચણ વિના IAS પરીક્ષાની તૈયારી માટે જરૂરી સંસાધનો, અભ્યાસસામગ્રી અને નિષ્ણાંતોના માર્ગદર્શન દ્વારા રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવવા માટે તેમજ રાજ્યના વિદ્યાર્થીઓને IAS જેવી પ્રતિષ્ઠીત સેવાઓમાં પ્રવેશવા માટે તૈયાર કરીને રાષ્ટ્રના વહીવટીતંત્રમાં યોગ્ય નેતૃત્વનું નિર્માણ કરવા માટે રાજ્યની ૧૦ સરકારી યુનિવર્સિટીઓ/સરકારી કોલજોમાં IAS સ્ટડી સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. ઉક્ત દરેક સ્ટડી સેન્ટર્સ ખાતે ૧૦૦ સીટો રાખવામાં આવેલ છે. આમ, સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના મેરીટ અનુસાર પ્રવેશ આપીને તેઓને IAS સ્ટડી સેન્ટર્સ ખાતે UPSC/GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવશે. IAS સ્ટડી સેન્ટરની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા:૧૫/૦૯/૨૦૨૫ હોય, IAS સ્ટડી સેન્ટરના કોચિંગ માટે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી લાભ લે તે માટે આપની કક્ષાએથી આપની યુનિવર્સિટીના એલ્યુમની એસોસિએશન તેમજ વિવિધ વિભાગોના વિદ્યાર્થી ગ્રુપ તેમજ વિભાગના એલ્યુમની એસોસિએશન તેમજ સંલગ્ન કોલેજોને પણ તેમના વિદ્યાર્થીઓના એલ્યુમની એસોસિએશન અને વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે.